SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

આગામી 27 સપ્ટેમ્બરથી દિલ્હીમાં વિનુ માંકડ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટ અગાઉ ગુજરાતની ક્રિકેટ ટીમ જાહેર કરવામાં આવી છે. જેમાં ગુજરાતની ટીમમાં સુરતના પાંચ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાંથી આર્ય દેસાઈની કેપ્ટન તરીકે વરણી થઈ છે. સુરતના એક ખેલાડી આયૅ દેસાઇની સુકાની તરીકે વરણી એ લગભગ 18 વર્ષ બાદ થતા SDCA એ અભિનંદન પાઠવી શુભેચ્છાઓ આપી છે. વન ડે માટે ટીમ જાહેરસુરતના આર્ય દેસાઈ (ઓપનીંગ બેટ્સમેન), ક્રિસ ગુપ્તા (ઓલરાઉન્ડર), યશ સોલંકી (વિકેટકીપર), સેન પટેલ (પેસ બોલર) અને હિષૅલ પટેલ (પેસ બોલર) ગુજરાત ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે. આ ખેલાડીઓ બી.સી.સી.આઈ. દ્વારા આયોજીત વિનું માંકડ (અંડર-19) વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટ માટે પસંદગી પામ્યા છે. આ ટુર્નામેન્ટ તારીખ 27 સપ્ટેમ્બર,2021થી દિલ્હી મૂકામે રમાશે.

Surat News

Surat Radios