letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
3:54 AM
Thursday, April 25
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

ઉત્તર-પૂર્વના કાતિલ ઠંડા પવનની અસરથી છેલ્લા એક અઠવાડિયાથી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. જો કે, રવિવારથી પવનની દિશા બદલાતાં ઉત્તરથી ઉત્તર-પૂર્વના ઠંડા પવન શરૂ થયાં છે, જેને કારણે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોના લઘુતમ તાપમાનમાં વધારો થતા ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો છે. આગામી 3 દિવસ દરમિયાન રાજ્યમાં ઠંડીનો પારો 3થી 5 ડિગ્રી વધતાં ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે. હવામાન વિભાગના આંકડા મુજબ, ઠંડા પવનની અસરથી છેલ્લાં અઠવાડિયાથી અમદાવાદનું લઘુતમ-મહત્તમ તાપમાન ગગડતાં શહેરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળતાં અમદાવાદમાં છેલ્લાં ચાર દિવસ દરમિયાન ઠંડીનો પારો 10 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો. જો કે, સોમવારથી પવનની દિશા બદલાતા ઉત્તરથી ઉત્તર-પૂર્વના પવન શરૂ થતાં ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાતાં અમદાવાદનું મહત્તમ તાપમાન 26.9 ડિગ્રી અને લઘુતમ તાપમાન 4 ડિગ્રી વધીને 12.8 ડિગ્રી નોંધાયું હતું.

Surat News

Surat Radios