SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

ગુજરાતમાં કોરોના હવે ઘરે ઘરે પહોંચી ગયો છે. કોરોનાની ગંભીર થયેલી સ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે સરકારે કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યોથી લઈ જિલ્લા કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરો સહિતના અધિકારીઓ સાથે બેઠકોનો દૌર શરૂ કર્યો છે. કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યોએ સરકારને નિયંત્રણો કડક કરવા અને લગ્નોમાં સંખ્યા ઘટાડવા જેવા અનેક મુદ્દાઓ પર સૂચનો કર્યાં છે. જો શનિવાર સુધીમાં કોરોનાના કેસો આ જ ગતિએ વધતા રહેશે તો સરકાર રવિવારથી નિયંત્રણો વધુ કડક કરશે. જેમાં નાઇટ કર્ફ્યૂનો સમય રાતના 10ને બદલે 9થી સવારના 6 વાગ્યાનો કરી શકે, જ્યારે લગ્નોમાં મહેમાનોની છૂટ 150થી ઘટાડી 100 કરે તેવી શક્યતા છે.

Surat News

Surat Radios