letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
12:02 AM
Sunday, December 16
VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

વડોદરાના સાવલી નજીક આવેલા કૂનપાડ ગામે કેનાલમાં ડૂબી જવાથી બે કિશોરોનાં મોતથી ચર્ચા જાગી છે. બંને કિશોરો ધોરણ 6માં અભ્યાસ કરતાં હતા, ઘટનાની જાણ થતાં બચાવદળની ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી બંને બાળકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલે ખસેડ્યા હતા, જો કે સારવાર દરમિયાન બંને યુવકોનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.પ્રાથમિક વિગત મુજબ વડોદરા જિલ્લાના સાવલી નજીક આવેલા કૂનપાડ ગામે નર્મદાની કેનાલ નીકળે છે, આ કેનાલમાં ધોરણ 6માં ભણતાં ભાવેશ ચૌહાણ અને ધર્મેશ ચૌહાણ નામના કિશોરો ન્હાવા પડ્યા હતા. જો કે કેનાલ પાણીના પ્રવાહને કારણે બંને કિશોરો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ઘટનાની જાણ આસપાસના લોકોને થતા તેઓએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા.

Vadodara News

Vadodara Radios