letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
10:21 AM
Wednesday, November 14
VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

 દિવાળીનો તહેવાર અંધકારથી પ્રકાશ તરફના વિજયનું ઝળહળતું પ્રકાશ પર્વ છે. દિવાળી આ ભાવની પણ ઉજવણી છે. તમસો માં જ્યોતિર્ગમયનું જીવનદર્શક સૂત્ર આપતાં આપતાં બૃહદારણ્ય ઉપનિષદ અને ત્યારબાદ સદીઓ સુધી આપણા જીવનમાં નવો ઉત્સાહ, આશા રેડવાની છલોછલ ભાવના સંતોના ભજનો, કીર્તનો, કવિઓના કાવ્યોમાં પણ છે. આ ઉજવણી ધરતી પર ટમટમતાં દીવડાઓથી માંડીને ફટાકડા ફોડીને, હવાઇ છોડીને આકાશમાં પણ પ્રકાશોત્સવ ઉજવવામાં આવે છે. ‘પ્રકાશ’શબ્દનો પણ મહિમાં દેશમાં જીવનના તમામ હકારાત્મક શબ્દો જેવા કે ભક્તિ, પ્રેમ, ધર્મ, સત્ય, જીવન, જ્ઞાન, બુદ્ધિની પાછળ પણ મૂકીને કરવામાં આવ્યો છે. વડોદરામાં કેટલાક શહેરીજનો દિવાળીની પૂર્વસંધ્યાએ પણ તેના આગમનને વધાવતા જોવા મળ્યાં હતા. વડોદરા શહેરના મુક્તાનંદ સર્કલથી ડ્રોન દ્વારા લેવાયેલી આ તસવીર પ્રકાશના આ ઉત્સવની ઝાંખી છે. જમણી તરફ સંગમ સુધીનો વાહનો અને સ્ટ્રીટ લાઇટ્સની રોશનીથી ઝળહળતો રસ્તો અને સામેની તરફ ટચુકડા દીવડાંની હારમાળા ગોઠવી હોય તે નજરે ચઢતો વીઆઇપી રોડ છે.

Vadodara News

Vadodara Radios