VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

મહાશિવરાત્રી પહેલા જ સત્યમ શિવમ સુંદરમ પરિવાર ટ્રસ્ટ દ્વારા 15 ફૂટ ઊંચા શિવ પરિવારને સુવર્ણ મઢિત કરવામાં આવ્યો છે. આ સુવર્ણ મઢિત શિવ પરિવારની પ્રતિમાને આજે લોકોના દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. મહાશિવરાત્રીના દિવસે શિવ પરિવારની ‘શિવજી કી સવારી’ નીકળશે. જેમાં સાંજે 7:15 કલાકે સુરસાગર સ્થિત 111 ફૂટ ઉંચી શ્રી સર્વેશ્વર મહાદેવની મહા આરતી થશે. સત્યમ, શિવમ્ સુંદરમ્ સમિતીના પ્રમુખ અને ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે, 4 માર્ચના રોજ મહાશિવરાત્રિના દિવસે નંદી પર સવાર મહાદેવ, માતા પાર્વતી, ગણેશજી, કાર્તિક, નારદજીની નગર યાત્રા પ્રતાપનગર ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતેથી નીકળશે. અને ‘શિવજી કી સવારી’ સયાજી હોસ્પિટલ બહાર આવેલા કૈલાસપુરી ખાતે સંપન્ન થશે. ત્યારબાદ શિવ પરિવાર કલાલી જાગનાથ મહાદેવ મંદિર ખાતે બિરાજમાન થવા પ્રસ્થાન કરશે.

Vadodara News

Vadodara Radios