VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

કતારની રાજધાની દોહામાં તાજેતરમાં ખુલ્લા મૂકાયેલા નેશનલ મ્યુઝીયમ ઓફ કતારમાં બરોડા સ્ટેટના મહારાજાના કાર્યકાળ દરમિયાન બનાવેલી 20 લાખ સાચા મોતી, રુબી અને નિલમના કિંમતી પથ્થર જડીત દુર્લભ કાર્પેટ તથા ભારતીય મુળના મીરા નાયર ના વર્કને પણ મ્યુઝીયમમાં સ્થાન આપવામાં આવ્યું છે.કતારના રાજવી પરિવારના ભુતકાળ અને વર્તમાનની ઝાંખી કરાવતું નેશનલ મ્યુઝીયમ ઓફ કતાર ને દોહા ખાતે તાજેતરમાં લોકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે.દેશ- વિદેશથી આવેલ કિંમતી પેઇન્ટીંગ તથા રાજવી પરિવાર સાથે સંકળાયેલી અન્ય દુર્લભ ચીજ-વસ્તુઓ મુકવામાં આવી છે.કતારના આમીર અને નેશનલ મ્યુઝીયમના ચેરપર્સનની દિકરી શૈખા અલ મયાસા અલ-થાની દ્વારા દોહાના કલ્ચરલ હબ બનાવવા માટેના સક્રિય પ્રયાસો છેલ્લા કેટલાય સમયથી બનાવવામાં આવી રહ્યા છે.બરોડા ના મહારાજા દ્વારા નિર્મિત મોતી જડિત દુર્લભ કાર્પેટને નેશનલ મ્યુઝીયમ ઓફ કતારમાં સ્થાન આપવામાં આવ્યું છે.તેને પર્લ કાર્પેટ ઓફ બરોડા તરીકે પણ ઓળખવામાં આવે છે.

Vadodara News

Vadodara Radios