VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

 શહેરમાં અનેક મંડળો તેમજ શહેરીજનો હવે પીઓપીનો ત્યાગ કરીને ઈકોફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન કરતાં થયાં છે. જેમાં ચાલુ વર્ષે મંડળો દ્વારા અલગ અલગ રૂપમાં ગણેશજીને સ્થાપિત કર્યાં છે. ગોત્રીના વિશ્રાંતિ હેરિટેજ સોસાયટીના બાળકોએ તો સોશિયલ મીડિયાનો શ્રીજી ઉપયોગ કરી લોકોને પર્યાવરણ બચાવવાનો મેસેજ આપતા હોય તે થીમ પર ડેકોરેશન કર્યું છે. તો વીઆઈપી રોડના મંડળે દુર્વાથી ગણેશજીની મુર્તિ બનાવી તેને ગાર્ડનમાં કાયમ માટે સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. વીઆઈપી રોડ પર આવેલા નાગેશ્વર યુવક મંડળના આશિષ દાધીચે જણાવ્યું કે, અમે આ વર્ષે દૂર્વાના ગણપતિ બનાવ્યા છે. જેમાં માટીનો પણ ઉપયોગ કર્યો છે. ફાઈન આર્ટ્સના વિદ્યાર્થીએ 5 ફૂટની મૂર્તિ બનાવીને આપી છે. જ્યારે અમે આ મૂર્તિનું વિસર્જન નહી કરીએ પરંતું વિસર્જનના દિવસે નર્મદાનું જળ લાવી ગણેશજી પર આ જળનો છંટકાવ કર્યા બાદ તેને પાલિકાના ગાર્ડનમાં સ્થાપિત કરાશે. આ દુર્વાના ગણપતિને કાયમ આ જ આકારમાં રાખવા મંડળ પણ સહાય કરશે.

Vadodara News

Vadodara Radios