VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

 રાજ્યના નાગરીકોને શુદ્ધ અને પૌષ્ટિક આહાર મળી રહે તે ઉદ્દેશ્યથી રાજ્ય સરકાર અને વડોદરા ખાતે આવેલી ફુડ એન્ડ ડ્રગ લેબોરેટરી દ્વારા સમયાંતરે નમૂના લઇ ચસકાણી કરાય છે. ફુડ એન્ડ ડ્રગ લેબોરેટરી દ્વારા ફેબ્રુઆરી માસમાં રાજ્યભરમાં સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરી હતી. જેમાં રાજ્યભરમાંથી આવેલા વિવિધ સ્થળો પર વેચાણ માટે મુકવામાં આવેલા ઘીના નમુના લીધા હતા. તેમાંથી 11 નમુનાઓમાં હલકી ગુણવત્તા, વનસ્પતિ અથવા તો અન્ય ઘી ની મિલાવટ, અને ઘીમાં બનાવટી રંગનો ઉમેરો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. વધુમાં ફુડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરાના હેમંત કોશિયાએ જણાવ્યું હતું કે,તંત્ર દ્વારા નાગરિકોને શુદ્ધ અને સ્વાસ્થ્ય પ્રદ ફુડ મળી શકે તે માટે સઘન કામગીરી કરવામાં આવે છે. ફેબ્રુઆરી માસમાં સ્પેશિયલ ડ્રાઇવ મારફતે ફુડ ચેકીંગ કરાયું હતું અને સમયાંતરે ફુડ ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવે છે.

Vadodara News

Vadodara Radios