VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

જૂનુ વડોદરા એટલે ચાર દરવાજા વિસ્તાર. તહેવારોમાં કાયમ ભીડથી ઉભરાતો આ વિસ્તાર દિવાળી પર્વમાં મોડી રાત સુધી ચહલપહલથી ધમધમતો હોય છે. શહેરમાં હવે મોલ કલ્ચર વિકસ્યું છે પણ ચાર દરવાજા વિસ્તાર વર્ષો જૂના મોલ તરીકે વિખ્યાત છે. એમ જી રોડ, મંગળજાર, નવાબજાર, લહેરીપુરા વિસ્તારમાં ખરીદી માટે સંખ્યાબંધ લોકો દિવાળીમાં ઉમટી પડે છે.ત્યારે મોડી રાત સુધી અહીં ખરીદીનો ધમધમાટ જોવા મળે છે. વડોદરાવાસીઓ અહીંથી નાની મોટી ખરીદી અચૂક કરતા હોય છે. ચાલવાની પણ જગ્યા ન મળે તો પણ અહીંના બજારોમાં લટાર મારવાનો અને ખરીદી કરવાનો રોમાંચ વડોદરાવાસીઓને અનોખો આનંદ આપે છે.

Vadodara News

Vadodara Radios