VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

તાજેતરમાં છેલ્લા કેટલાક દિવસથી વડોદરાની સિટી બસોમાં અત્યાધુનિક ઇન્ટેલિજેન્ટ ટ્રાન્સિસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (ITMS) ફીટ કરવામાં આવી રહી છે. વડોદરાના શહેરીજનો સિટી બસનો જ જાહેર પરિવહન તરીકે અસરકારક અને સુવિધાસભર ઉપયોગ કરી શકે તે માટે સ્માર્ટસિટી પ્રોજેક્ટ અંતર્ગત રૂ.20 કરોડના માતબર ખર્ચે આ પ્રકારની સુવિધા વડોદરામાં પહેલીવાર ઊભી થઇ રહી છે. બસોને સીસીટીવી કેમેરાં, ડ્રાઇવર ડિસ્પ્લે યુનિટ, સ્પીકર, જીપીએસથી સજ્જ કરાશે. આ પ્રોજેક્ટ અંતર્ગત જ્યાં બસો થોભવાની હોય તેવા બસસ્ટેન્ડ્સને પણ આધુનિક બનાવવામાં આવશે. જેનો શહેરીજનોને ફાયદો એ થશે કે તે જે બસસ્ટેન્ડ પર ઊભા હોય ત્યાં બસ કેટલી મિનિટમાં આવશે તેની માહિતી પણ ડિસ્પ્લે બોર્ડ પર હશે. હાલમાં 30 જેટલી બસોમાં આ સિસ્ટમ ફીટ કરવામાં આવી છે. અને તમામ બસોમાં તમામ બસો કયા રૂટ પર ક્યાં દોડી છે તે સમયસર છે કે નહીં તેની પણ ખાતરી કરી શકાશે. આ માહિતીથી મુસાફરોનો સમયનો વેડફાટ પણ બચશે. અત્યાર સુધી સિટી બસ આવશે કે નહીં તેની મુંઝવણમાં જ લોકો રિક્ષા પકડતા હતા. આ નવી સુવિધાથી લોકો સિટી બસ સેવાનો વધુ ઉપયોગ કરવા પ્રેરાશે. હાલમાં આ પ્રોજેક્ટમાં શહેરના 104 બસસ્ટેન્ડ્સને અત્યાધુનિક બનાવાશે, બીજા 250 જેટલા નવા બસસ્ટેન્ડ્સ પણ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. આ માટે નવી સિટી બસો નવી મૂકવામા આવશે કે નહીં તેનો નિર્ણય હજી લેવાયો નથી પણ હાલની તમામ સિટી બસોને જ વિવિધ સુવિધાથી સજ્જ બનાવવામાં આવી રહી છે. તમામ બસોમાં જીપીસીએસ, સ્પીકર યુનિટ, ડાઇવર ડિસ્પ્લે યુનિટ અને કમ્પ્યૂટરમાં જે કામ સીપીયુ કરે છે તેવું જ ઓનબોર્ડ યુનિટ પણ મૂકાશે. હાલમાં સિટી બસસેવામાં દૈનિક સવા લાખ લોકો મુસાફરી કરે છે જે આ નવી આઇટીએમએસ લાગૂ કર્યા બાદ વધીને અઢી લાખ થાય તેવી શક્યતા પાલિકાના ઉચ્ચ અધિકારીઓએ વ્યક્ત કરી છે.તમામ સિટી બસોમાં આ ઇન્ટેલિજન્ટ ડિવાઇસિસ ફિટ કરવામાં આવી રહ્યાં છેજીપીએસ : આ ડિવાઇસ સેન્ટ્રલ સ્ટેશન ખાતેની સિસ્ટમને જે તે બસની ચોક્કસ અક્ષાંસ-રેખાંશના પોઝિશનની માહિતી આપશે.ફાયદો : કયા રૂટ પર બસોની પોઝિશન ક્યાં છે તે માહિતીના આધારે બસોની ફાળવણી, જે તે બસસ્ટેન્ડ પર સમય જાહેર કરી શકાશે.સીસીટીવી કેમેરાં : બસની અંદરના ભાગે બંને છેડા પર બે કેમેરાં ફીટ કરાશે. દરેક મુસાફરને આવરી લેવાશે. તેમની હરકતોની નોંધ કરી શકાશે.ફાયદો : બસમાં મુસાફરની છેડતી, મારામારી કે ઝગડાના કે સામાનની ચોરીના કિસ્સામાં ખૂબ જ ઉપયોગી પૂરવાર થશે.ડ્રાઇવર ડિસ્પ્લે યુનિટ : ટ્રાફિકની માહિતી, બસની સ્થિતિ, નજીકનું સ્ટેન્ડ કેટલા અંતરે છે,કેટલા સમયમાં પહોંચાશે જેવી મ…

Vadodara News

Vadodara Radios