letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
2:29 AM
Thursday, January 23
VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

  વડોદરા શહેરના ન્યૂ સમા રોડ પર આવેલા ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતો પરિવાર મંદિરમાં દીવો પ્રગટાવીને ઘર બંધ કરીને કામ અર્થે બહાર ગયો હતો. દરમિયાન દિવાની ઝાળથી અચાનક આગ લાગેલી આગ ઘરમાં ફેલાઇ હતી. જોત જોતામાં આગના કારણે ધુમાડા નીકળતા એપાર્મેન્ટમાં રહેતા અન્ય રહીશો બહાર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના લાશ્કરોએ સ્થળ પર દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આ બનાવમાં કોઇને ઇજા પહોંચી ન હતી.ઘરમાંથી ધુમાડા નીકળતા આસપાસના લોકોમાં દોડધામ મચી ગઇવડોદરા શહેરના ન્યૂ સમા રોડ પર આવેલા 405, ગોકુલધામ એપાર્મેન્ટના ચોથા માળે રહેતા દિનેશભાઇ નાયર અને તેમનો પરિવાર સવારે ઘરના મંદિરમાં દીવો પ્રગટાવીને કામ માટે બહાર ગયા હતા. આ દરમિયાન અચાનક ઘરમાંથી ધુમાડો નીકળવાનો શરૂ થઇ ગયો હતો. જેથી એપાર્ટમેન્ટમાં રહેતા રહીશો સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક નીચે દોડી ગયા હતા. અને સ્થાનિકો લોકોએ આગ લાગી હોવાની જાણ ફાયર બ્રિગેડને કરી દીધી હતી. જેથી ફાયર બ્રિગેડના લાશ્કરોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી દીધો હતો.15 મિનિટમાં આગ પર કાબૂ મેળવ્યોવડોદરા ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર ઓમ જાડેજાએ જણાવ્યું હતું કે, આગની ઘટનાની જાણ થતાં જ અમે ટીમ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. અને 15 મિનિટમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં ઘરનો ફર્નિચર સહિતનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો.

Vadodara News

Vadodara Radios