VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

23 Mar 2020

વડોદરાના કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ કરીને આપી કોરોના વિશે સ્પષ્ટ સૂચનાઓ એકબાજુ જ્યાં કોરોના વાયરસનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે અને ગુજરાતમાં પણ તે ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે ત્યાં લોકો કોરોના વાયરસના ચેપ પ્રત્યે બેદરકાર જોવા મળી રહ્યાં છે. ગઈ કાલે જનતા કર્ફ્યૂ બાદ આજે મોટા પાયે લોકડાઉનની સ્થિતિ હોવા છતાં લોકો રસ્તાઓ પર જોવા મળતા મોટી ચિંતા ઊભી થઈ છે. વડોદરામાં જાહેરનામાનો ભંગ કરીને કડક બજાર માર્કેટની મોટાભાગની દુકાનો ખુલ્લી જોવા મળી. બજારોમાં લોકોની ભીડ જોવા મળી. નાગરિકો માસ્ક વગર બિન્દાસ ફરતા જોવા મળ્યાં. આ સમગ્ર મામલે વડોદરા કમિશનરે પત્રકાર પરિષદ યોજી હતી.  @CollectorVad

Vadodara News

Vadodara Radios