VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

 રાજ્યભરમાં 31 માર્ચ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. જેને પગલે આખા વડોદરા શહેરમાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે, ત્યારે વડોદરા શહેરના અભિલાષા ચાર રસ્તા પાસે પોલીસે ઘરની બહાર નીકળેલા બાઇકસવાર યુવાનને લાકડીઓ ફટકારી હતી. પોલીસકર્મીએ યુવાને ચારથી પાંચ દંડા મારતા બાઇકચાલક ત્યાંથી નીકળી ગયો હતો. પોલીસે વડોદરા શહેર જિલ્લામાં 44 લોકો સામે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધ્યો છે. વડોદરા શહેરના નવા બજારમાં દુકાનો ખોલીને બેઠેલા 3 વેપારીઓને પોલીસે ફટકાર્યા હતા અને દુકાનો બંધ કરાવી હતી. પોલીસે 1 હજારથી વધુ વાહનો ડિટેઇન કર્યા વડોદરા શહેરની તમામ ચેકપોસ્ટ અને ટ્રાફિક સિગ્નલ બંધ કરી દેવામાં આવ્યા છે. અને જીવન જરૂરીયાત અને ઇમર્જન્સી સેવા સિવાય બહાર નીકળતા લોકોના વાહનો જપ્ત કરવામાં આવી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં પોલીસે 1 હજારથી વધુ વાહનો ડિટેઇન કર્યાં છે.  વિવિધ બહાના હેઠળ ફરવા નીકળેલા 40 લોકોની અટકાયત પોલીસે વિવિધ બહાના હેઠળ ફરવા નીકળેલા 40 લોકોની અટકાયત કરી છે. વરણામા પોલીસ સ્ટેશનમાં 4, સમા પોલીસ સ્ટેશનમાં 10, સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં 3, વાડી પોલીસ સ્ટેશનમાં 7, માંજલપુર પોલીસ સ્ટેશનમાં 4, મકરપુરા પોલીસ સ્ટેશનમાં 4, ફતેગંજ પોલીસ સ્ટેશન 5, પાણીગેટ પોલીસ સ્ટેશનમાં 3 અને ગોરવા પોલીસ સ્ટેશનમાં 1 વ્યક્તિની અટકાયત કરી છે. બાઇક લઇને નીકળેલા 3 યુવાનો પોલીસે ઉઠક બેઠક કરાવી વડોદરા શહેરના અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર બાઇક લઇને નીકળેલા 3 યુવાનો પોલીસે ઉઠક બેઠક કરાવી હતી. પાણીગેટ ટાંકી 3 રસ્તા પાસે વિવિધ બહાના હેઠળ નીકળેલા લોકોના વાહનો ડિટેઇન કરતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. ખોટા બહાના બતાવીને ફરવા નીકળી પડ્યાવડોદરા સહિત સમગ્ર ગુજરાતને લોકડાઉન કરવામાં આવ્યા બાદ પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમ છતાં કોરોના વાઇરસને ગંભીરતાથી ન સમજનાર લોકો દૂધ, શાકભાજી, દવા, હોસ્પિટલમાં જવાનું છે. તેવા વાહિયાત બહાના બતાવીને ફરવા નીકળી પડ્યા હતા. જોકે, પોલીસે પણ ખોટા બહાના કાઢીને ફરવા નીકળી પડતાં લોકો ઉપર શંકા જતાં તેઓની અટકાયત અને તેઓના વાહનો ડીટેઇન કરવાની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.તમામ બજારો જડબેસલાક બંધ રહ્યાલોક ડાઉનના પગલે શહેરમાં માત્ર શાકભાજી માર્કેટ, દૂધની દૂકાનો, મેડિકલ સ્ટોર, દવાના ડીલરો અને કરીયાણા, પ્રોવિઝન સ્ટોર સિવાય તમામ બજારો જડબેસલાક બંધ રહ્યા હતા. કેટલાક વેપારીઓ દ્વારા દુકાનો ચાલુ રાખતા પોલીસ તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવી હતી. આ ઉપરાંત મુખ્ય માર્ગો ઉપર આવેલી પોળોની બહાર બેઠેલા લોકો…

Vadodara News

Vadodara Radios