VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

વડોદરા શહેરમાં કોરોના વાઈરસના વધી રહેલા જતાં વ્યાપને કારણે સાવચેતીના ભાગરૂપે ભીડ ના સર્જાય અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ રહે તે માટે સયાજીપુરા એપીએમસી દ્વારા એક સાથે 100 વાહનોને જ પ્રવેશ આપવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત વેપારીઓએ માસ્ક પહેરેલા વ્યક્તિને જ શાકભાજી વેચવાની રહેશે અને 3 વાગ્યા બાદ કોઈપણ ખેડૂતને શાકભાજી સાથે પ્રવેશ આપવામાં આવશે નહીં.કોરોનાનો ચેપ ન ફેલાય તે માટે નિયમોમાં ફેરફાર કરાયોકોરોના વાઈરસનો ચેપ ફેલાય નહીં અને ભીડભાડ વિના લોકોને લોકો સુધી શાકભાજીનો જથ્થો પહોંચી શકે તે માટે સોશ્યલ ડિસ્ટન્ટને ધ્યાને રાખી સયાજીપુરા એપીએમસી દ્વારા અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં તમામ ખેડૂતોએ તેમની શાકભાજી સવારે 3 વાગ્યા પહેલાં માર્કેટયાર્ડમાં લાવીને ખાલી કરવાની રહેશે. 3 વાગ્યા બાદ કોઈપણ ખેડૂતને શાકભાજી સાથે પ્રવેશ આપવામાં આવશે નહીં. માલ ખરીદવાવાળા વાહનોને 4 વાગ્યાથી વાહનોના 100-100નાં લોટમાં પ્રવેશ આપવામાં આવશે. દરેક વેપારીઓએ આવેલ શાકભાજીનું વેચાણ સવારે 4 કલાકથી કરવાનું રહેશે. આ સાથે ખેડૂતો જે વાહનોમાં આવ્યા હોય તે જ વાહનોમાં પરત ફરવાનું રહેશે. આ ઉપરાંત ફરજીયાતપણે વેપારીઓએ માસ્ક પહેરેલા વ્યક્તિને જ શાકભાજી વેચવાની રહેશે.

Vadodara News

Vadodara Radios