VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

કોરોનાનું સંક્રમણને રોકવા માટે શહેરમાં હાલ લોકડાઉન જાહેર કરાયું છે ત્યારે લોકડાઉનનું ચુસ્ત અમલીકરણ કરવા માટે શું કરી શકાય તે માટે શહેર પોલીસે ટ્વિટ કરી શહેરીજનો પાસેથી ઇનોવેટિવ આઇડિયા માંગ્યા હતા.  આ ઉપરાંત પોલીસે જો કોઈ વ્યક્તિ પાસે ડ્રોન કેમેરા હોય અને પોલીસને મદદ કરવાની ઈચ્છા હોય તો પણ પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી હતી. શહેરમાં છેલ્લા ૧૪ દિવસથી લોકડાઉન જાહેર કરાયું છે. પોલીસ રાત દિવસ વિવિધ વિસ્તારોમાં નાકાબંધી કરી લોકો ઘરની બહાર ના નીકળે તેની પૂરતી તકેદારી રાખી રહી છે . શહેર પોલીસે બુધવારે તેના ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરી જણાવ્યું હતું કે જો શહેરીજનો પાસે લોકડાઉન ના અમલીકરણ માટે ઇનોવેટિવ આઇડિયા હોય તો તેઓ પોલીસ સાથે શેર કરી શકે છે.  આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ પાસે પોતાનો ડ્રોન કેમેરો હોય અને તે ડ્રોન કેમેરો પોલીસને આપીને મદદ કરવા ઇચ્છતો હોય તો પણ પોલીસનો સંપર્ક કરવા જણાવાયું હતું.

Vadodara News

Vadodara Radios