VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

કોરોના મહામારીને લીધે વડોદરા સહિત ભારતભરમાં અત્યારે લોકડાઉનનો ચુસ્ત અમલ થઈ રહ્યો છે. આમાં નાના-મોટા વેપાર સદંતર બંધ થઈ ગયા છે. જો કે, કર્મકાંડી બ્રાહ્મણોએ આમાં પૂજા-પાઠવિધિ-હવનનું કાર્ય ચાલુ રાખવાની સાથે આર્થિક ઉપાર્જનનો નવો રસ્તો શોધી કાઢ્યો છે. વડોદરામાં ભૂદેવો હવે વોટ્સએપ વીડિયોકોલના માધ્યમે યજમાનો સમક્ષ પૂજા-પાઠ કરાવી રહ્યા છે. એટલું જ નહીં શ્રી સત્યનારાયણની કથા, હોમ-હવન, પાઠાત્મક લઘુરૂદ્ર ઉપરાંત ઉત્તરક્રિયા પણ વીડિયો કોલિંગ દ્વારા થઈ જાય છે. બીજું તો બીજું, પણ યજમાનો પૂજાપાઠ પૂર્ણ થયા બાદ ગોર મહારાજને પેમેન્ટ પણ પેટીએમ અથવા ગુગલ પે જેવા ઈ-પેમેન્ટના માધ્યમે કરી રહ્યા છે.યજમાનના ઘરે ન જઈ શકાય તો હવે ઈ-પૂજાનો કન્સેપ્ટ ડેવલપ થયોકર્મકાંડી બ્રાહ્ણણ દિક્ષીતભાઇ પાઠકે જણાવ્યું હતું કે, હાલમાં લગ્નસરાની મોસમ છે. પરંતુ, કોરોના વાઇરસના કારણે લગ્ન-પ્રસંગો થઇ શક્યા નથી. જો કે, યજમાનો લોકડાઉનમાં ઘરે બેઠા ઓનલાઇન પૂજા-પાઠ કરાવી રહ્યા છે. ઓન લાઇન પૂજા-પાઠ શરૂ કરવાથી બ્રાહ્ણણોનું ગુજરાન પણ ચાલી રહ્યું છે અને સાથે યજમાનોની પૂજા-વિધી કરાવવાની ઇચ્છા પણ પૂરી થાય છે. ચૈત્રી નવરાત્રિમાં રોજના 8થી 10 હવન તેમણે પોતે કરાવ્યા હતા. તે બાદ રોજની 3 જેટલી શ્રી સત્યનારાયણ ભગવાનની ઓન લાઇન કથા કરાવે છું. આ ઉપરાંત ઉત્તરક્રિયા સહિતની વિધિ પણ વીડિયો કોલિંગથી થાય છે.

Vadodara News

Vadodara Radios