VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે. કોરોના વાઈરસના વ્યાપને અટકાવવા માટે લોકડાઉન કરવામાં આવ્યું છે. 30 દિવસ ઉપરાંતના લોકડાઉનમાં અનેક લોકોને સમય પસાર કરવો મુશ્કેલ થઇ ગયો છે, ત્યારે વડોદરા શહેરના સિનિયર સિટીઝને લોકડાઉનમાં સમય પસાર કરવા સાથે કંઇક નવિન ક્રિએટીવિટી કરવાના સંકલ્પ સાથે વેસ્ટ સાવરણી અને પતંગોની સળીઓનો ઉપયોગ કરીને વડોદરા તેમજ દેશ-વિદેશના જાણીતા મોડેલો તૈયાર કર્યાં છે.લોકડાઉનમાં ક્રિએટીવિટી કરવાનો વિચાર આવ્યોવડોદરાના લક્ષ્મીપુરા-ગોરવા રોડ ઉપર 66 વર્ષના દિપકભાઇ વસંતરાવ ભાવે પરિવાર સાથે રહે છે. લોકડાઉનના સમયમાં સમય પસાર કરવો મુશ્કેલ બની ગયો હતો. જેથી તઓએ ક્રિએટીવિટી કરવાનો વિચાર આવ્યો હતો. જેથી તેમને ઘરમાં પડી રહેલી જૂની પતંગો અને સાવરણીઓનો ઉપયોગ કરીને વડોદરા તેમજ દેશ-વિદેશના જાણીતા સ્થળોના મોડેલો તૈયાર કર્યાં છે.વડોદરાના ઐતિહાસિક સ્થળ માંડવીનું મોડેલ બનાવ્યુંદિપકભાઇ ભાવેએ જણાવ્યું હતું કે, કોરોના વાઈરસના સંક્રમણથી બચવા માટે લોકડાઉનનું પાલન કરવું જરૂરી છે. જેમાં પણ ઉંમર લાયક લોકો માટે વાઇરસનો ખતરો વધુ હોય છે, ત્યારે ઘરમાંથી બહાર ન નીકળવું યોગ્ય નથી. જેથી લોકડાઉનના સમયમાં કંટાળાને દૂર કરવા, સમય પસાર કરવા માટે અને કંઇક નવિનતા કરવા માટે મેં મારા ઘરમાં પડેલી જૂની પતંગો અને સાવરણીની લાકડીઓ અને ફેવિકોલનો ઉપયો કરીને વડોદરાના રેલવે સ્ટેશનનું મોડેલ, હાવડા બ્રિજનું મોડેલ, ઓફેલ ટાવરનું મોડલ તૈયાર કર્યું છે. આ ઉપરાંત હાલમાં હું વડોદરાના ઐતિહાસિક માંડવીનું મોડલ બનાવી રહ્યો છે. આ ઉપરાંત સ્ટેશનરીની દુકાનોમાંથી રંગબેરંગી કાગળો લગાવીને ફ્લાવર બનાવ્યા છે. જેમાં ચંપો, જુઇ, જાસુદ, ગુલાબ જેવા વિવિધ પ્રકારના ફૂલો બનાવ્યા છે. અને તે ફૂલો ફ્લાવર પોર્ટમાં મુકી શકાય છે.લોકડાઉનમાં મળેલા સમયનો સદઉપયોગ કરીને શક્તિનો ઉપયોગ કર્યોવધુમાં તેમણે જણાવ્યું હતું કે, લોકડાઉનમાં મળેલા સમયનો સદઉપયોગ કરીને મારામાં રહેલી શક્તિનો ઉપયોગ કર્યો છે. મને આર્ટનો પહેલેથી શોખ હતો. પરંતુ, નોકરીના કારણે સમય મળતો ન હોવાથી મારી આર્ટનો ઉપયોગ કરી શકતો ન હતો. કોરોના વાઇરસના લોકડાઉનથી મને મારી આર્ટને ઉજાગર કરવાનો મોકો મળ્યો છે. વિવિધ મોડલો અને ફૂલો બનાવવા માટે યુ ટ્યૂબ સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કર્યો છે. જ્યારથી લોકડાઉન થયું છે, ત્યારથી આ કામગીરી શરૂ કરી છે. જેમાં મારો સમય ક્યાં પસાર થઇ જાય છે. તેની મને ખબર પડતી નથી.આ પ્રવૃતિ કાયમ માટે ચાલુ રાખીશઆ બનાવેલી વસ્તુઓનું શું કરશો? તેવા એક પ્રશ્નના જવાબમાં દિપકભાઇ ભાવેએ જણાવ્યું…

Vadodara News

Vadodara Radios