VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના મોટા ફોફડીયાના લોકો પાસે અંદાજે એક હજાર જેટલાં ઢોર છે. તેમ છતાં, આ બળબળતા ઉનાળામાં, જ્યાં ઘણી જગ્યાએ ઘરવપરાશ માટે ચાર પાંચ ડોલ પાણી મેળવવું અઘરું પડે છે, ત્યારે આ ગામના લોકોને આટલા બધાં પશુઓને પાણી પીવડાવવાની કોઈ ચિંતા જ નથી. કારણ કે, સતત 3 વર્ષથી સુજલામ સુફલામ્ જળ સંચય યોજના હેઠળ ગામ તળાવને સુધારવાના પરિશ્રમને લીધે આ ગામના તળાવની તિજોરીમાં ભરઉનાળે વીતી ગયેલા ચોમાસાની જળ સંપદા છલોછલ છલકાય છે. બળબળતી બપોરે તરસ્યું પશુધન આ તળાવની પરબના પાણીથી માત્ર તરસ નથી છીપાવતું પણ લહેરથી નાહીને ગરમીમાં રાહત પણ મેળવે છે.

Vadodara News

Vadodara Radios