VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

દર વર્ષે 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે કોરોના વાઈરસના લોકડાઉન દરમિયાન વડોદરાના પર્યાવરણવિદ હિતાર્થ પંડ્યાએ લોકડાઉન દરમિયાન 150 જેટલા દેશી વૃક્ષોના બીજ વાવ્યા છે. જેમાં લીમડો, પીપળો, આંબો, આમળા, ગુલમહોર અને કલ્પવૃક્ષ સહિતના વૃક્ષો વાવ્યા છે. તો વડોદરાના ગોત્રીની ઇસ્કોન મંદિરની પાસે રહેતા અને મહાનગરપાલિકાના નિવૃત્ત અધિકારી અરવિંદ પટેલ અને એમના પત્ની મીનાક્ષીબહેને પોતાના ઘરમાં જ અંદાજે 100થી વધુ બોન્સાઇ વૃક્ષો ઉછેર્યા છે. પર્યાવરણના રક્ષણ માટે જંગલના ઉછેરી શકો તો કંઈ નહીં, પોતાના ઘરને જ વૃક્ષ ઉછેર દ્વારા બગીચો બનાવી દો તો પણ ઘણું એવો સંદેશ આપ્યો છે. દંપતી કહે છે કે, એક નાનકડું પગલુ તમને કોરોના વોરિયરની જેમ પર્યાવરણ વોરિયર બનાવી શકે છેદંપતીએ જણાવ્યું હતું કે, ઘર બગીચાએ પોતાની માલિકીની પ્રાણવાયુની ફેક્ટરી જેવા ગણાય. એટલે તમે ગમે તેવા નાનકડા ઘરમાં, કુંડામાં 8થી 10 છોડ ઉછેરીને પ્રાણવાયુના કારખાનાના માલિક બની શકો છો. આ એક નાનકડું પગલું તમને કોરોના વોરિયરની જેમ પર્યાવરણ વોરિયર બનાવી શકે છે. અરવિંદભાઇએ જણાવ્યું હતું કે, હું મૂળ તો ખેડૂત પુત્ર છું. મે હળ હાંકવા સહિત ખેતીના બધા જ કામો કર્યા છે. આજે નિવૃત્તિ પછી આ બગીચાને પાણી પીવડાવવું, નિંદણ કામ કરવું જેવા કામો કરીને જાણે કે ખેતી કર્યાંનો આનંદ મેળવી લઉં છું. જોકે આ ઉછેર અને જતનની મૂળ મહેનત તો મારા પત્નીની છે. ઘરના બગીચામાં મોસંબી, શેતુર જેવા ફળ આમલી, રાયણ, સેવન, વડ, સીસમ જેવા વૃક્ષો જોવા મળે છેતેમના ઘર બગીચામાં મોસંબી, શેતુર જેવા ફળ અને આમલી, રાયણ, સેવન, વડ, સીસમ જેવા વૃક્ષો જોવા મળે છે, જંગલમાં જોવા મળતાં વૃક્ષો, ગુલમહોર, એડેનિયમ, બોગનવેલ અને એક્ઝોરા જેવા પુષ્પ અને શોભાના વૃક્ષો, લતાઓ છે, તો ઝેડ પ્લાન્ટ, સનોબુલ, નીકોડેરિયા, કેન્ડલ ટ્રી જેવા અટપટા નામો ધરાવતી વનસ્પતિઓ છે. મિનાક્ષીબહેને 10 વર્ષ અગાઉ બોન્સાઈની બેઝિક તાલીમ લીધી હતી પછી જાત મહેનતથી આ શોખને વિકસાવ્યો છે. તેમનો પરિશ્રમ આજે હરિયાળી બનીને ઉછર્યો છે.વૃક્ષ કે વનસ્પતિનો ઉછેર એ ખુબ ધીરજ માંગી લેતું કામ છેમૂળ ખેડૂત પુત્રી એવા મિનાક્ષીબહેન કહે છે કે, વૃક્ષ કે વનસ્પતિનો ઉછેર એ ખુબ ધીરજ માંગી લેતું કામ છે, એટલે તેનાથી ધૈર્યનો ગુણ કેળવાય છે. આપણે જે છોડ કે વૃક્ષ ઉછેરીએ એ પોતાના સંતાન જેવા લાગે છે. સંતાનને નાનમાંથી મોટું થાય એ જોઈને જેવો હરખ થાય એવો જ હરખ ઉછરતા વૃક્ષને જોઈને સહુને થવા લાગશે એ દિવસથી પર્યાવરણ દિવસ ઉજવવાની જરૂર નહીં પડે.એક સદીથી વધુ જૂના આફ્રિકન બાઓબાબ ઝાડની મોટી ડાળખી તૂટતા પર્યાવ…

Vadodara News

Vadodara Radios