VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

20 Jun 2020

વડોદરામાં ફાફડા જલેબીના વેપારીની અનોખી ઓફર વડોદરા સહિત સમગ્ર દેશમાં ચીનને લઈ લોકોમાં ભારે રોષ છે ત્યારે વડોદરા ના નિઝામપુરામાં ફાફડા જલેબી ના એક દુકાનદારે ચીનને શબક શીખવાડવા અને દેશના શહીદ થયેલ જવાનો ને શ્રદ્ધાંજલિ આપવા એક અનોખી ઓફર કાઢી છે. દુકાનદાર એ પોતાની દુકાન પર બોર્ડ લગાવ્યું છે કે જે ગ્રાહક પોતાના મોબાઈલમાંથી ચાઇનીઝ એપ ટિક ટોક ડિલીટ કરશે તેને ફાફડા સાથે મફતમાં જલેબી મળશે. દુકાનદાર ની આવી ઓફર ને લઈ લોકો પણ આશ્ચર્યચકિત થયા છે. દુકાન પર જે ગ્રાહક ફાફડા ખાવા માટે આવે છે તે મોબાઇલ માંથી ચાઇનીઝ એપ ડિલીટ કરે છે જેને ફ્રી માં જલેબી આપવામાં આવી રહી છે. અત્યારસુધી 50 થી વધુ ગ્રાહકોના મોબાઈલ માંથી ટિક ટોક એપ ડિલીટ કરાવી ને ફ્રી માં જલેબી આપી છે.

Vadodara News

Vadodara Radios