VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

1 જુલાઈએ દેવપોઢી એકાદશી નિમિત્તે 210 વર્ષથી નીકળતો ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો કોરોનાને પગલે પહેલી વખત 211મા વર્ષે નહીં નીકળે. દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત શ્રી વિઠ્ઠલનાથજી મંદિર દ્વારા દર વર્ષે દેવઊઠી અને દેવપોઢી એકાદશીએ ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો કાઢવામાં આવે છે. જોકે ચાલુ વર્ષે કોરોના મહામારીના પગલે ચાલુ વર્ષે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા  દેવપોઢી એકાદશીએ ભગવાન વિઠ્ઠલનાથજીની માંડવીથી નીકળનારી 211મીયાત્રાની સવારી રાજમાર્ગો પર નહિ નીકળે. જોકે ગાયકવાડ પરિવાર દ્વારા દેવપોઢી એકાદશી નિમિત્તે મંદિરમાં પૂજા કરાશે. જે બાદ મંદિરની અંદર જ નાના રથમાં ભગવાન વિઠ્ઠલનાથજી પધારશે. જ્યારે જાહેર જનતા માટે દર્શનનો સમય 1 જુલાઈ ને બુધવારે સવારે 10 થી 1 તથા સાંજે 4 થી 7 રહેશે.  

Vadodara News

Vadodara Radios