VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

ગ્રાહકો પાસેથી લોનની બાકી પડેલી 1.75 કરોડ રૂપિયાની વસુલાત કરીને એક વર્ષની ફિક્સ ડિપોઝિટ માટે બેંકમાં જમા કરાવ્યા બાદ અજાણ્યા ભેજાબાજે બેંકોના ખોટા લેટરપેડ અને બનાવટી સિક્કાનો ઉપયોગ કરીને વ્યાજ સહિતની 1,75,48,544 રૂપિયાની માતબર રકમ ઉપાડી લીધી હતી. આ મામલે વડોદરા ક્રાઈમ બ્રાંચમાં ગુનો નોંધાયો છે. PNBમાં 16 જાન્યુઆરીના રોજ એક વર્ષની ફિક્સ ડિપોઝીટ માટે રકમ જમા કરાવી હતીગુજરાત રાજ્ય ગાંધીનગરમાં જિલ્લા રજીસ્ટાર સહકારી મંડળીઓ વડોદરા તરીકે ફરજ બજાવતા તેમજ હાલમાં વડોદરાના રાવપુરા વિસ્તારમાં આવેલી અન્યોન્ય કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ ફડચા અધિકારી તરીકે ફરજ બજાવતા અર્જુનભાઈ ડામોરે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી કે, જે બેંકનું લાયસન્સ રદ થયેલુ હોય અને જે બેંકમાંથી કોઈ ગ્રાહકે લોન લીધેલી હોવાથી, ત્યારબાદ ડિફોલ્ટર જાહેર થયેલી હોવાથી બાકી નીકળતી રકમ વ્યાજ સહિતની વસૂલ કરવાની કામગીરી કરી હતી. આ અરસામાં ગ્રાહકો પાસેથી લોનની બાકી પડેલી 1.75 કરોડ રૂપિયાની વસુલાત કરીને દિવાળીપુરા ખાતે આવેલી પંજાબ નેશનલ બેંકમાં 16 જાન્યુઆરી-2020ના રોજ એક વર્ષની ફિક્સ ડિપોઝીટ માટે જમા કરાવ્યા હતા.

Vadodara News

Vadodara Radios