letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
11:35 AM
Tuesday, October 23
VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

ડ્રગ્સની લત ગુજરાતના યુવાનોને ભરખી રહી છે. ડ્રગ્સને કારણે થતા મોતમાં પંજાબ અને મહારાષ્ટ્ર પછી ગુજરાત ત્રીજા ક્રમે છે. 2017માં માદકદ્રવ્યોના અતિસેવનને કારણે પંજાબમાં 18, મહારાષ્ટ્રમાં 14 લોકોના મોત થયા હતા. જ્યારે ગુજરાતમાં 12ના મોત થયા હતા. રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં 2017ના વર્ષમાં સૌથી વધારે માદકદ્રવ્યો ઝડપાયા છે. જેમાં સમુદ્રી માર્ગે થતી હેરાફેરીમાં પકડાયેલું ડ્રગ્સ પણ સામેલ છે. 2017માં દેશભરમાં કુલ 2,146.47 કિલો હેરોઇન ઝડપાયું હતું, જેમાંથી 1,017.23 કિલો માત્ર ગુજરાતમાંથી પકડાયું હતું જેની સરખામણીએ પંજાબમાં 406 કિલો હેરોઇન પકડાયું હતું. 2017માં જ ગુજરાતમાં 2300 કિલો ગાંજો પકડાયો હતો જ્યારે પંજાબમાં 1,711 કિલો ગાંજો ઝડપાયો હતો.

Vadodara News

Vadodara Radios