letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
10:00 AM
Sunday, November 29
VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

વડોદરા પાસે નેશનલ હાઇવે ઉપર વાઘોડિયા ચોકડી બ્રિજ પર રાત્રે 3 વાગે સુરતથી પાવાગઢ દર્શને જતા આઇશર ટેમ્પો અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં આઇશર ટેમ્પો ટ્રેલરની પાછળ ઘૂસી ગયો હતો. આ ઘટનામાં આઇશર ટેમ્પામાં ફસાયેલા તમામ 27 લોકોને ફાયરબ્રિગેડ દ્વારા બહાર કાઢીને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં 11 લોકોનાં મોત નીપજ્યાં હતા. જેમાં 3 માતા અને 3 પુત્રના મોત થયા હતા. જ્યારે 16 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની ઘટના અંગે PM મોદીએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું હતું. અકસ્માતને પગલે નેશનલ હાઇવે ઉપર ટ્રાફિકજામ થઇ ગયો હતો. જોકે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિકને હળવો કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ કલેક્ટર અને SDM સહિતના અધિકારીઓ સયાજી હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી.

Vadodara News

Vadodara Radios