letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
4:03 PM
Thursday, February 25
VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત એક નિષ્ણાત સમિતિએ વૃક્ષોનો મૂલ્યાંકન સંબંધિત રિપોર્ટ રજૂ કરી દીધો છે. આ સમિતિના તારણ પ્રમાણે, એક વૃક્ષનું એક વર્ષનું આર્થિક મૂલ્ય રૂ. 74,500 હોઈ શકે છે. એટલે કે વૃક્ષની ઉંમરમાં દર વર્ષે રૂ. 74,500નો ગુણાકાર કરીને તેનું મૂલ્ય નક્કી કરવું જોઈએ. દેશમાં પહેલીવાર વૃક્ષોનું આર્થિક મૂલ્યાંકન કરાયું છે. વડોદરા પાસે ભાયલી અને પાદરાથી 6 કિમીના અંતરે આવેલા ગણપતપુરા ગામે ગુજરાતનું સંભવત: સૌથી મોટું આફ્રિકન બાઓબાબનું 950 વર્ષ જૂનું વૃક્ષ છે. આ વૃક્ષનું વૈજ્ઞાનિક નામ એન્ડેસોનિયા ડીજીટાટા છે. આ વૃક્ષની કિંમત આશરે 10 કરોડથી વધારે છે. આ સમિતિના અહેવાલમાં કહેવાયું છે કે, 100 વર્ષ જૂના એક હેરિટેજ વૃક્ષની કિંમત રૂ. એક કરોડથી વધુ હોઈ શકે છે. ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેની અધ્યક્ષતા ધરાવતી ખંડપીઠે જાન્યુઆરી 2020માં આ સમિતિના સભ્યોને વૃક્ષોનું આર્થિક મૂલ્ય નક્કી કરવાનું કહ્યું હતું. આ કિંમત વૃક્ષો દ્વારા અપાતા ઓક્સિજનની કિંમત અને અન્ય લાભ પર આધારિત હોઈ શકે.

Vadodara News

Vadodara Radios