VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

રસ્તા અને ગટરની પાયાની સુવિધાઓ હોય એને વિકાસનો માપદંડ માનવામાં આવતો હતો. જોકે સમયની સાથે સાથે હવે સુરક્ષાનો પણ ઉમેરો એમાં થયો છે. શહેરમાં લોકોને પ્રાથમિક સુવિધાઓની સાથે સાથે સુરક્ષા માટેના ઠેર ઠેર કેમેરા લગાવાયેલા જોવા મળે છે, પરંતુ આવું કોઈ નાનકડા ગામડામાં હોય તો... નવાઈ જ લાગે ને.. બિલકુલ શહેરને ટક્કર મારે એવી સુવિધાઓથી સભર વડોદરા જિલ્લાના ડભોઇથી માત્ર 5 કિ.મી. દૂર આવેલું નડા ગામ બન્યું છે. ખરા અર્થમાં નડા ગામ ડિજિટલ બન્યું છે. એક સમયે અસામાજિક તત્ત્વો અને તસ્કરોના ત્રાસનો ભોગ બનેલા ગામમાં હવે પ્રવેશ દ્વાર, ગામની સ્કૂલો અને પંચાયત ઓફિસ સહિતનાં તમામ સ્થળોએ CCTV લગાવાયા છે. ગામમાં થતી ચોરીઓ અટકાવવા અને સ્કૂલોમાં બાળકોના અભ્યાસ પર નજર રાખવા માટે 34 CCTV લગાવાયા છે, જેને કારણે ગામમાં થતી ચોરીઓ અટકી ગઇ છે અને અસામાજિક તત્ત્વો પર પણ નજર રાખી શકાય છે.

Vadodara News

Vadodara Radios