VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

દરેક પરિવારમાં જ્યાં બહેન-દીકરીઓ છે અને જેઓ પોતાના સ્માર્ટ ફોનમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે તેમણે એલર્ટ રહેવાની ચોક્કસ જરૂર છે. જો સતર્ક ન રહે તો પળવારમાં સાયબર ક્રાઈમનો ભોગ બની શકે છે. અમદાવાદ શહેરમાં જ સોશિયલ મીડિયામાં અનેક યુવતીઓના ફોટો અને વીડિયો વાઇરલ થાય કે પછી કોઈ ફેક પ્રોફાઈલ બનાવીને બદનામ કરવાની ધમકી આપતા હોય તેવી 30 જેટલી અરજીઓ સાઈબર ક્રાઈમ વિભાગમાં એક સપ્તાહમાં આવે છે. ચોંકાવનારી બાબત તો એ છે કે સાયબર ક્રાઇમનો ભોગ બની હોય તેવી 2200 જેટલી ટીનએજ છોકરી અને યુવતીઓ-મહિલાઓને કાઉન્સેલિંગની જરૂર પડી છે. આ તમામનું સાયબર ક્રાઇમની મહિલા ફોર્સે કાઉન્સેલિંગ કરીને ફરી સામાન્ય જિંદગી જીવવા માટેની હિંમત આપી છે.

Vadodara News

Vadodara Radios