VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

કેન્દ્ર સરકારની જેમ ગુજરાત સરકાર પણ આ વખતે પેપરલેસ બજેટ રજૂ કરવા જઇ રહી છે.જો કે, ગુજરાત સરકારે એક સ્ટેપ આગળ વધીને ગુજરાત બજેટ મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરી છે. જેમાં બજેટના તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરાશે અને લોકો તેની માહિતી પોતાના મોબાઇલમાં જ મેળવી શકશે. પેપરલેસ બજેટથી રાજ્ય સરકારને 44 લાખ કાગળ અને 80 લાખ રૂપિયાની બચત થશે. ગુજરાત બજેટ મોબાઇલ એપ્લિકેશન લોંચ કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, બજેટ માટે મોબાઇલ એપ્લિકેશન બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. કાગળની બચત ઉપરાંત ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ સાથે રાજ્યના કરોડો નાગરિકો બજેટની જોગવાઇઓ જાણી શકે તે માટે મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરાઇ છે. 3જી માર્ચે વિધાનસભામાં રાજ્યનું બજેટ રજૂ થનાર છે, ત્યારે આ એપ્લિકેશનમાં નાણામંત્રીનું બજેટ પ્રવચન લાઇવ નિહાળી શકાશે. તમામ બજેટ ડોક્યુમેન્ટ અને છેલ્લા 5 વર્ષના બજેટ પણ એપ્લિકેશન પર ઉપલબ્ધ કરાવાશે. ગુજરાતી-અંગ્રેજી બંને ભાષામાં બજેટ ડોક્યુમેન્ટ્સ ઉપલબ્ધ કરાશે.

Vadodara News

Vadodara Radios