VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વનડે સિરીઝની સાથે ભારતીય ક્રિકેટ ટીમના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સીઝનની સમાપ્તિ થઈ ગઈ છે. નવેમ્બર મહિનામાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસની સાથે કોરોના કાળ બાદ ભારતીય ટીમના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સીઝનની શરૂઆત થઈ હતી. ત્યારબાદ ભારતીય ટીમે ઘરણાંગણે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ, ટી20 અને વનડે સિરીઝ રમી હતી. આ ત્રણેય સિરીઝ ભારતે પોતાના નામે કરી છે. હવે દરેક ખેલાડીઓની નજર આઈપીએલ પર છે. આઈપીએલની તમામ ટીમોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતીય ક્રિકેટરો પણ હવે પોત-પોતાની ફ્રેન્ચાઇઝી સાથે જોડાઈ જવાના છે. 9 એપ્રિલથી ઈન્ડિયા કા ત્યોહારની શરૂઆત થશે. ટૂર્નામેન્ટની ફાઇનલ 30 મેએ રમાશે.  9 એપ્રિલથી થશે શરૂઆતસિઝનની પ્રથમ મેચ 9 એપ્રિલ 2021થી ચેન્નઈમાં રમાશે. અહીં મુંબઈ ઈન્ડિયન અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે મુકાબલા રમાશે. દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આઈપીએલ પ્લેઓફ અને 30 મે 2021ના અહીં ફાઇનલ રમાશે.  સિઝનની પહેલી મેચ 9 એપ્રિલ 2021થી ચેન્નઈમાં રમાશે. જ્યાં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્ઝર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો જામશે. દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આઈપીએલની પ્લેઓફ અને 30 મે 2021ના રોજ ફાઈનલ મેચ રમાશે.

Vadodara News

Vadodara Radios