VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. જેને જોઈને લાગે છે કે આ વખતે ઉનાળો આકરો સાબિત થશે. હાલ રાજ્યના મોટાભાગના શહેરમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન જોવા મળે છે જેને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં રાજ્યમાં આવનારા 5 દિવસ દરમિયાન ગરમીનો પારો 42 ડિગ્રી પાર કરી શકે છે. સાથે આવનારા 2 દિવસોમાં સૌરાષ્ટ્ર-કચ્છના, ગીર, સોમનાથ, કચ્છ, પોરબંદર અને રાજકોટમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. લોકોએ ગરમીમાં તકેદારી રાખવી પડશેહવામાન વિભાગે જણાવ્યા છે કે, ગરમીનો પારો 43ને પાર કરી શકે છે માટે લોકોને અપીલ છે કે જરૂર વગર ઘરની બહાર ન નીકળે. સાથે રાજ્યના 9 શહેરોમાં ગરમીનો પારો આજે 40થી 42 ડિગ્રી રહ્યો છે. જેમાં ભુજ, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, મહુવા, કેશોદ ,અમદાવાદ ,ડીસા અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. આવી જ ગરમી જો રહેશે તો આ વખતે ગરમીના પડશે તો શહેરીજનોને ઘણી તકેદારી રાખવી પડશે.

Vadodara News

Vadodara Radios