VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં સલૂનની દુકાન ધરાવતા માતા-પુત્રીને વિશ્વાસમાં લઇ દીકરીને બોલિવુડમાં અને સીરિયલમાં રોલ આપવાના બહાને અલગ-અલગ બહાને 3.52 લાખ રૂપિયા પડાવીને છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. ગોરવા પોલીસે આ મામલે બે શખસો વિરુદ્ધ છેતરપિંડીની સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે. ઉલ્લેખનીય છે કે, બે શખસોએ સીરિયલમાં કામ કરવા માટે બોગસ લેટર પણ આપ્યો હતો. મહિલાએ કહ્યું: તમારી દીકરી ખુબ સુંદર છે, જેથી તમે તેને ફિલ્મોમાં કામ કરાવોવડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતી મહિલા પ્રેમલતાબેન શર્માએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સુભાનપુરા વિસ્તારમાં સલૂનની દુકાન ધરાવે છે. બે વર્ષ અગાઉ તેઓ 12 વર્ષની દીકરી સાથે કામ અર્થે નીકળ્યા હતા, ત્યારે સલૂનમાં કામ કરતી એક મહિલાએ જણાવ્યું હતું કે, તમારી દીકરી ખુબ સુંદર છે, જેથી તમે તેને ફિલ્મોમાં કામ કરાવો તો સારું તેમ જણાવીને તેણે મેકઅપ આર્ટિસ્ટ મહિલાનો સંપર્ક કરાવ્યો હતો.

Vadodara News

Vadodara Radios