VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

વડોદરા શહેર-જિલ્લામાં એક લાખ લોકોએ 30ને કેન્સર છે જ્યારે દર વર્ષે 5000 કેન્સરના નવા દર્દીઓ ઉમેરાય છે. જે ગુજરાત રાજ્યના 45 હજાર દર્દીઓના નવમા ભાગના છે. વડોદરાના કુલ દર્દીઓ પૈકી તમાકુ-ગુટખા ખાતા 1500 લોકોને ગળા અને મોના કેન્સર થાય છે. આ ઉપરાંત જે લોકો વારંવાર એક્સ રે અને સિટી સ્કેન કરાવે છે કે કરાવવાની ફરજ પડે છે ત્યારે તેમને કેન્સર થવાની શક્યતા વધુ હોય છે. આ ચોંકાવનારી હકીકત એસએસજીના કેન્સર વિશેષજ્ઞ અને હેડ ડો. અનિલ ગોયેલે કલેકટર કચેરીના ધારાસભા હોલ ખાતે મીડિયા સમક્ષના કેન્સર જાગૃતિ વિશેના વ્યાખ્યાનમાં જણાવી હતી. વડોદરામાં કેન્સરના કુલ કેસોના 40 ટકા કેસો મહિલાઓમાં જોવા મળે છે, જેમા બ્રેસ્ટ કેન્સરના 26 ટકા અને ગર્ભાશયના કેન્સરના 14 ટકા કેસો જોવા મળે છે. પ્રાથમિક અંદાજ મુજબ વડોદરામાં દર વર્ષે 500થી 6000 જેટલા લોકોના કેન્સરથી મોત થાય છે.

Vadodara News

Vadodara Radios