VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

રાજ્યના રમત-ગમત રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે વડોદરા શહેર નજીક આવેલી પારૂલ યુનિવર્સિટીની બે સ્પોર્ટસ કોમ્પલેક્ષના શુભારંભ કરાવવાની સાથે વિદ્યાર્થીઓ-રમતવીરો સાથે વાર્તાલાપ કરી પ્રોત્સાહિત કર્યાં હતા. ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર રાજ્યની 6 દીકરીઓ ઓલમ્પિકમાં ક્વોલીફાઇ થઈઆ પ્રસંગે રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું કે, પ્રાચીનકાળથી ભારતીય શિક્ષણ પદ્ધતિમાં રમત-ગમત અને યોગનુ મહત્વનુ સ્થાન રહ્યુ છે. રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ-2010માં ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવીને રાજ્યના રમત-ગમત ક્ષેત્રનો પ્રવાહ બદલી નાખ્યો છે. ખેલમહાકુંભ અને રાજ્ય સરકારની રમતવીરો માટે પ્રોત્સહક યોજનાઓના પરિણામે ગુજરાતના ખેલાડીઓ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ દેખાવ કરી રહ્યા છે. ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર રાજ્યની 6 દીકરીઓ ઓલમ્પિકમાં ક્વોલીફાઇ થઈ છે. જેમાં ૩ ઓલમ્પિકમાં અને ૩ દીકરીઓ પેરાઓલમ્પિકમાં ભારત દેશનુ પ્રતિનિધિત્વ કરશે. જે ગુજરાત રાજ્ય માટે ગૌરવની બાબત છે. આમ, રાજ્ય સરકારીની ખેલ પ્રોત્સાહક નીતિના પગલે એક સમયે ગુજરાતના લોકોની વેપારી અને દાળ-ભાત ખાનારી પ્રજા તરીકેની જે માન્યતા હતી તે હવે ભૂંસાઈ ગઈ છે અને રમત ગમત ક્ષેત્રે પણ ગુજરાતે કાઠું કાઢ્યું છે.

Vadodara News

Vadodara Radios