VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઓસર્યા બાદ કારના વેચાણમાં ઉછાળો આવ્યો છે પણ વાહનોની ઑટોમેશન સિસ્ટમમાં વપરાતા સેમિકન્ડક્ટરની અછતના કારણે કારની ડિલિવરી 4 મહિના સુધી લંબાઈ છે. રાજ્યમાં ગત જૂન મહિનામાં કુલ 19,503 પર્સનલ વ્હીકલનું વેચાણ થયું હતું જ્યારે જુલાઇમાં 23,910 વાહનો વેચાયાં હતાં. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સેમિકન્ડક્ટર ચિપનું ઉત્પાદન અત્યંત જટિલ હોવાથી નવા પ્લાન્ટ સ્થાપવામાં સમય લાગે એમ હોવાથી વર્ષ 2023 સુધી ચિપની તંગી રહેશે એવી શક્યતા છે. ડીલર્સ એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે માત્ર એક મહિનામાં પર્સનલ વ્હીકલના વેચાણમાં 22 ટકાનો વધારો થયો હોવા છતાં 8500 વાહનોની ડિલિવરી થઈ શકી નથી. જે પાછળનું કારણ એસયુવી, લકઝરી સહિતની કારોની ઓટોમેશન સિસ્ટમમાં વપરાતા સેમિકન્ડક્ટરની અછત છે. સ્થિતિ એવી છે કે કંપનીઓમાં કાર તૈયાર પડી હોય છે પણ કારમાં જેના વડે બ્રેક, વિન્ડોવ્ઝ, મ્યુઝિક સિસ્ટમ, બેક કેમેરા માત્ર બટનના ઇશારે જ કાર્યરત થઇ જાય છે તે ઓટોમેશન ટેક્નોલોજીને ચલાવવા માટે વપરાતી સેમિકન્ડક્ટર ચિપની દુનિયાભરમાં કારમી અછત છે. જેથી કંપનીઓના ગોડાઉનોમાં ઓટોમેશન સિસ્ટમ વિનાની કારોનો જથ્થો તૈયાર પડ્યો છે. આ અછતની અસરને લીધે કારના રજીસ્ટ્રેશનમાં વધારો થયો છે પણ ડિલિવરીમાં વેઇટીંગ વધી રહ્યું છે.

Vadodara News

Vadodara Radios