VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

વડોદરાથી દિલ્હી અને મુંબઇની બે નવી ફલાઇટ 1 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. આ સાથે બેંગ્લોર અને હૈદ્રાબાદની ફલાઇટના સમયમાં બદલાવ થયો છે. આ સાથે વડોદરા એરપોર્ટથી કુલ 8 ફ્લાઈટનો શિડ્યુલ કાર્યરત થશે. વડોદરાથી કોરોના દરમિયાન માત્ર એક જ ફ્લાઇટ કાર્યરત હતી. જોકે હવે મુસાફરોની સંખ્યામાં વધારો થતાં વડોદરા એરપોર્ટે પણ ગતિ પકડી છે. આગામી 1 સપ્ટેમ્બરથી દિલ્હી માટે રાત્રે આવવાની સુવિધા સાથે અને વહેલી સવારે પરત જવાની સુવિધા સાથે ખાનગી એર લાઇન્સની ફ્લાઇટ શરૂ થશે. દિલ્હીથી રાત્રે 9:10 વાગે ફલાઇટ વડોદરા આવશે, જે બીજા દિવસે સવારે 7:30 વાગે દિલ્હી રવાના થશે. જ્યારે મુંબઇ માટે સવારે 8:15 વાગે ફલાઈટ વડોદરા આવશે. આ સાથે બેંગ્લોર અને હૈદ્રાબાદની ફ્લાઇટનો સમય સવારને બદલે બપોરનો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોના અગાઉ વડોદરાથી 11 ફ્લાઇટનો શિડ્યૂલ હતો, જે 8 ફલાઈટ શરૂ થતાં લગભગ તેની સમકક્ષ પહોંચ્યો છે.

Vadodara News

Vadodara Radios