VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

રંગ અને દેખાવમાં ખૂબ આકર્ષક અને પોષણથી સમૃદ્ધ થોરના ફળ કમલમ એટલે કે, ડ્રેગન ફ્રૂટની ખેતીને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે અમદાવાદમાં ફાર્મ ફ્રેશ-કમલમ અને ફળ મહોત્સવ શરૂ કર્યો છે. આ ફળની નવી ખેતીની વાત કરીએ તો રાજ્યમાં હાલમાં 25 જિલ્લાઓમાં કમલમ ફળના બગીચા 1200 હેકટર જેટલી જમીનમાં ઉછેરવામાં આવ્યાં છે. રાજ્યમાં કમલમ ફળની ખેતી વિસ્તરી રહી છેઆ ફળ હાલમાં મુખ્યત્વે આયાત કરવામાં આવે છે, જેની સ્થાનિક બજારોમાં ખૂબ સારી માગ છે અને તેની ખેતી અને ઉત્પાદન વધે તો નિકાસની પણ વ્યાપક તકો છે. તેને અનુલક્ષીને રાજ્ય સરકારે બાગાયત ખાતાના માધ્યમથી ડ્રેગન ફ્રૂટની ખેતી વધારવા,મહત્તમ બે હેકટર ની મર્યાદામાં,પ્રતિ હેક્ટર 1.25 લાખની વાવેતર સહાયની યોજના પહેલીવાર અમલમાં મૂકી છે. વડોદરા જિલ્લામાં કમલમ ફળની ખેતીની વાત કરીએ તો રાજ્યના કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની સરખામણીમાં ધીમા વેગે પરંતુ મક્કમ ડગલે આ ગુણોની ખાણ જેવા થોરના વેલા પર લાગતા ફળની ખેતી વિસ્તરી રહી છે.

Vadodara News

Vadodara Radios