VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

ઐતિહાસિક હસ્તપ્રતોની જાળવણી થઇ શકે એ માટે મહારાજા સયાજીરાવે ઓરિએન્ટલ ઇન્સ્ટિટયૂટ શરૂ કરાવવા જાતે પ્રયાસ હાથ ધર્યા હતાં. વિશ્વયુદ્ધ વખતે હસ્તપ્રતોને સુરક્ષિત રાખવા માટે મહારાણી ચીમણાબાઇએ મહારાજાએ લંડનથી મંગાવેલી ફાયરપ્રૂફ 2 તિજોરીઓ આપી હતી. આ તિજોરીઓ 9 દાયકા પછી આજે પણ હંસા મહેતા લાઈબ્રેરીમાં ઉપલબ્ધ છે. ઓરિએન્ટલ ઇન્સ્ટિટયૂટના ડાયરેકટર ડો.શ્વેતા પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ઇ.સ.1893થી મહારાજાએ ઓરિએન્ટલ ઇન્સ્ટિટયૂટ સ્થાપવા માટે પ્રયત્નો શરૂ કર્યા હતાં. વડોદરા સ્ટેટના અધિકારીઓને ગુજરાત સહિત દેશભરમાં હસ્તપ્રતો શોધવા મોકલ્યા હતાં. વિશ્વયુદ્ધ વખતે થતા બોમ્બ ધડાકામાં હસ્તપ્રતો નષ્ટ ન થઇ જાય એ માટે મહારાણી ચીમણાબાઇએ સયાજીરાવને કહ્યું હતું કે ઘરેણાં તો બીજા બની જશે પરંતુ હસ્તપ્રતો નષ્ટ થઇ જશે તો આવનારી પેઢીને ખૂબ મોટું નુકસાન થશે. જેથી મહારાણીએ ફાયરપ્રૂફ 2 તિજોરી આપી હતી.

Vadodara News

Vadodara Radios