VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

સ્માર્ટ સિટી વડોદરા આગામી દાયકામાં મેટ્રો સિટીનું બિરુદ મેળવે તો નવાઈ નહીં. શાંત શહેરોમાં ગણના ધરાવતા વડોદરામાં આગામી એક દાયકામાં વિકાસ હરણફાળ ભરશે તે નક્કી છે અને તેમાં પણ વડોદરા મુંબઇ સુપરફાસ્ટ રેલવે શરૂ થયા બાદ ન્યૂ વડોદરામાં રહેવા માટે લોકો અન્ય શહેરોમાંથી મોટી સંખ્યામાં આવે તેવું મનાઇ રહ્યું છે. દસ વર્ષ પહેલાં એવી સ્થિતિ હતી કે શહેરના પૂર્વ વિસ્તારમાં આજવાથી આગળ કોઈ જવા તૈયાર ન હતું પણ આજે એ સ્થિતિ બદલાઈ છે અને ઠેઠ વાઘોડિયા નગર સુધી જુદી જુદી સ્કીમ મકાનો માટે મૂકાઈ ગઈ છે. શહેરમાં મળતા ફ્લેટની કિંમતમાં આ વિસ્તારોમાં ટેનામેન્ટ અને ડુપ્લેક્સ મળી રહ્યા છે. તેવી જ રીતે પશ્ચિમ વિસ્તારમાં છેવાડાનો વિસ્તાર ગોત્રી, અટલાદરા હતો તેના બદલે ભાયલી, બીલ, શેરખી, સેવાસી સૌથી મોંઘા વિસ્તારો તરીકે ડગ માંડી રહ્યા છે.અત્યાર સુધી શહેરના પશ્ચિમ વિસ્તાર એટલે જે પી રોડ અલકાપુરી અને અકોટા કહેવાતા હતા પણ હવે આ બિરુદ વાસણા-ભાયલી અને ભાયલી-સેવાસી લઈ લેશે.

Vadodara News

Vadodara Radios