AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

અમદાવાદ શહેરમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. પતંગરસિકોમાં વહેલી સવારથી જ ભારે ઉત્સાહનો માહોલ છવાયેલો છે. ખાસ કરીને મણિનગર વિસ્તારમાં યુવાનો અને ઘણા પરિવારો વહેલી સવારથી જ ધાબા પર ચઢી ગયા છે. અમદાવાદનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું છે, જે આ તહેવારની આગવી ઓળખ બની રહી છે. પવનની ગતિ અનુકૂળ હોવાથી પતંગ ચગાવવામાં લોકોને ખૂબ જ મજા પડી રહી છે. મોસમ વિભાગ દ્વારા 5 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ગતિનો પવન રહેવાની આગાહી કરવામાં આવી હતી, જે પતંગરસિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. મણિનગરના ધાબાઓ પર ગીતો વાગી રહ્યા છે અને યુવાનો એકબીજાના પતંગ કાપવાની મોજ માણી રહ્યા છે. આ દ્રશ્યો અમદાવાદની ઉત્તરાયણની જીવંતતા દર્શાવે છે. .......

Amdavad News

Amdavad Radios