16 May 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) મંગળવારે ‘રોજગાર મેળા’ કાર્યક્રમમાં 71,000 યુવાનોને નિમણૂક પત્રો આપ્યા હતા. PM મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન મોદીએ સરકારી વિભાગોમાં નિયુક્ત થયેલા યુવાનોને નિમણૂક પત્રો આપ્યા હતા. યુવાનોને નિમણૂક પત્રો આપતાં પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે તમારા બધાને તમારી મહેનતના કારણે આ નિમણૂક પત્ર મળ્યો છે.