અંગ મેળવનાર મહિલાએ 'માતા' બની સ્વર્ગવાસી મહિલાની પુત્રીનું કન્યાદાન કર્યું, તસવીરો જોઇને મન ભરાઇ જશે
સુરત: શહેરનો એક પ્રેરણાદાયી કિસ્સો હાલ ઘણો જ ચર્ચામાં છે. જેમાં ચાર વર્ષ પહેલાં સુરતની મહિલાના અંગ અન્ય મહિલાને દાનમાં આપ્યા હતા. થોડા દિવસ પહેલા સ્વર્ગવાસી થયેલા મહિલાના દીકરીનાં લગ્ન યોજાયાં હતા. આ લગ્નમાં મૃતક મહિલાનું અંગ મેળવનાર મહિલાએ ‘માતા’ બની સ્વર્ગવાસી મહિલાની પુત્રીનું કન્યાદાન કર્યું હતું. સુરતમાં આયોજિત આ લગ્નમાં કન્યાદાન સમયે ભાવવિભોર કરનારાં દ્રશ્યો સર્જાયાં હતાં.