08 Sep 2023
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ આગામી કલાકો દરમિયાન કેવી છે તે અંગે માહિતી આપવામાં આવી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે વરસાદની આગાહી કરીને ચેતવણી પણ આપી છે. જેમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે અમદાવાદમાં હવામાન કેવું રહેશે અને કેવો વરસાદ થઈ શકે છે તે અંગે પણ તેમના દ્વારા માહિતી આપવામાં આવી છે.