કચ્છનું રણ. આ બે શબ્દો કાને પડે તો મનમાં કેવું ચિત્ર ઊપસી આવે?પવન સાથે ઊડતી રેતી-માટી, દૂર-દૂર સુધી નિર્જન વિસ્તાર, સુકાયેલા ઝાળી-ઝાંખરા ને સૂકાભઠ્ઠ ડુંગરા. એવી જગ્યા, જ્યાં ખેતી કરવી તો દૂરની વાત, પીવાલાયક પાણી માટે પણ ખાસ્સી મહેનત કરવી પડે. જરા વિચારો કે આ સૂકો પ્રદેશ હરિયાળો બની જાય તો? સ્વાભાવિક છે કે તમારા મનમાં પ્રશ્ન થયો હોય કે રણમાં લીલોતરી ક્યાંથી થાય અને આવું વિચારીને ફાયદો શું? તો આવા ઘણા સવાલના જવાબ શોધવાનો બે વિદ્વાનોએ પ્રયાસ કર્યો છે. હવે આ બન્ને મહાનુભાવોનો દાવો છે કે આવનારાં 100 વર્ષમાં કચ્છનું રણ લીલુંછમ થઈ શકે છે. કદાચ તમને ફરીથી મનમાં સવાલ થયો હોય કે કેવી રીતે આ શક્ય છે? તો ચાલો... સમજીએ, પરંતુ એ પહેલાં કચ્છના રણમાં 100 વર્ષના સમયગાળામાં લીલોતરી થઈ જશે એ દાવો કરનારી વ્યક્તિ કોણ છે, એ જાણી લો. ....Cont


Gujarat News
17 Sep 2023