letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
6:37 AM
Thursday, May 9
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

દક્ષિણ ગુજરાત અને ભાવનગરમાં ભર ઉનાળે આકાશમાં કાળાડિબાંગ વાદળોનું સામ્રાજ્ય જામ્યું છે. કમોસમી વરસાદના કારણે ગરમીમાં રાહત મળે ન મળે પણ ખેડૂતોના લલાટે ચિંતાની લકીરો ચોક્કસ જોવા મળી છે. નવસારીમાં હાલની સીઝનના ખુબ વખણાતા કેરી અને ચીકુના પાકને વરસાદના કારણે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. નવસારીની કેસર કેરી ખુબ જાણીતી છે જે દક્ષિણ અને મધ્ય ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર સુધીના બજારોમાં લોકપ્રિય હોય છે. કમોસમી વરસાદના કારણે કેરીના પાકને નુકસાન પહોંચવાની ભીતિ છે. આમપણ ચાલુ વર્ષે આંબામાં ઓર મોર મોડો બેસવાથી સીઝન મોડી શરૂ થવાની  શક્યતાઓ વ્યક્ત કરાઈ હતી. હજુતો ખેડૂતોએ કેરીના પાક એપીએમસી નજરમાં મોકલવાની શરૂઆત કરી જ છે ત્યાં માવઠાએ સીઝન સારી જવાની આશાઓ પર પાણી ફેરવ્યું છે. કેરી સાથે ચીકુના પાકને પણ નુકસાન થવાનો ભય છે. ....Cont