ગુજરાતનું પ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી ધામ આગામી દિવસોમાં બિલકુલ નવા અને ભવ્ય સ્વરૂપે જોવા મળશે. રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી મંદિર પરિસરના પ્રથમ તબક્કાના ડેવલપમેન્ટનું કામ છેલ્લા એક વર્ષથી પ્રગતિમાં છે. આ કામગીરી માટે સરકાર દ્વારા અંદાજે 80 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ફાળવવામાં આવી છે. અત્યારે મંદિરના નિર્માણમાં પ્રાચીન શાસ્ત્રોક્ત વિધિઓ, આધ્યાત્મિકતા અને આધુનિક ટેકનોલોજીનો સુંદર સમન્વય કરવામાં આવી રહ્યો છે. મંદિરના વહીવટદાર આશિષ મિયાત્રાના જણાવ્યા મુજબ, બીજા અને ત્રીજા ફેઝ અંતર્ગત મંદિર નજીક આવેલા બે ઐતિહાસિક તળાવોનું બ્યુટિફિકેશન અને વૉકિંગ એરિયા વિકસાવવા માટે આર્કિટેક્ટ દ્વારા સર્વે શરૂ કરી દેવાયો છે. માત્ર મંદિર જ નહીં, પરંતુ સમગ્ર પંથકના વિકાસ માટે સરકારે ‘બેચરાજી-મોઢેરા ડેવલપમેન્ટ ઓથોરિટી’ની રચના કરી છે, જેનાથી ભક્તો માટે આધુનિક સુવિધાયુક્ત વાતાવરણ ઊભું કરાશે. .......

Gujarat News
01 Jun 2026
Gujarat News
-
Breaking News : ઓપરેશન સિંદુર બાદ સુરક્ષાને લઇને મોટા સમાચાર, રાજકોટ અને ભૂજ એરપોર્ટ કરાયા બંધ
-
Gujarat govt decides to give Municipal Corporation status to Porbandar and Nadiad
Finance Minister Kanubhai Desai today made announcement to give Municipal Corporation status to Nadi…
-
અંગ મેળવનાર મહિલાએ 'માતા' બની સ્વર્ગવાસી મહિલાની પુત્રીનું કન્યાદાન કર્યું, તસવીરો જોઇને મન ભરાઇ જશે
સુરત: શહેરનો એક પ્રેરણાદાયી કિસ્સો હા…
.png)
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.



