letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
Cº
8:35 AM
Monday, November 16
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

દિવાળી અને નૂતન વર્ષના પવિત્ર પર્વે મહેમાનોના સ્વાગત માટે મીઠાઈની સાથે મુખવાસનું પણ વિશેષ મહત્ત્વ હોય છે. આ વર્ષે તહેવારો પર જામનગરી મુખવાસની ડિમાન્ડ માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ જોવા મળી રહી છે. સામાન્ય રીતે બજારમાં 8 થી 10 પ્રકારના મુખવાસ ઉપલબ્ધ હોય છે, પરંતુ જામનગરમાં 150થી વધુ વેરાયટીના મુખવાસ મળે છે. અલગ-અલગ રંગ, સ્વાદ અને સુગંધ ધરાવતા જામનગરી મુખવાસ, કલકત્તી મુખવાસ, મસાલા આદુ, સ્વીટ આમળા, કેરી ગોટલીનો મુખવાસ અને સુકા મેવાયુક્ત રોયલ મુખવાસ જેવી અનેક વેરાયટી ગ્રાહકોને આકર્ષી રહી છે. આ મુખવાસની લોકપ્રિયતા હવે ઇન્ટરનેશનલ માર્કેટ સુધી પહોંચી છે. અમેરિકા, યુકે અને ગલ્ફ દેશોમાં વસતા ગુજરાતીઓ પણ જામનગરી મુખવાસના સ્વાદના ચાહક છે. નવા વર્ષની શરૂઆત જામનગરી મુખવાસથી કરવાની ગ્રાહકોની પરંપરાએ આ વખતે બજારમાં ખાસ રોનક જમાવી છે. આ વિવિધ પ્રકારના મુખવાસ રૂ. 200 થી 600 પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ છે, જે જામનગરના વેપારીઓ માટે ખુશીની તક બની છે. .......