દિવાળીના તહેવારની રોનક વચ્ચે ભાવનગરના બજારોમાં આ વખતે એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. વર્ષોથી ઘરની સજાવટ માટે ઉપયોગમાં લેવાતા અસલી ફૂલોને બદલે હવે કૃત્રિમ (આર્ટિફિશિયલ) ફૂલો લોકોની પહેલી પસંદ બની રહ્યા છે. રંગબેરંગી ડિઝાઇન, આકર્ષક દેખાવ અને લાંબા સમય સુધી ટકી રહેવાની ખાસિયતને કારણે પ્લાસ્ટિકના ફૂલોનું બજારમાં ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ખાસ કરીને ગૃહિણીઓ ઘર અને મંદિરની સજાવટ માટે આર્ટિફિશિયલ ફૂલો ખરીદવાનું વધારે પસંદ કરી રહી છે. તેનું મુખ્ય કારણ એ છે કે અસલી ફૂલોનો હાર આશરે 50 રૂપિયામાં મળે છે, જે થોડા સમયમાં કરમાઈ જાય છે. જ્યારે આર્ટિફિશિયલ ફૂલો 50 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની કિંમતમાં ઉપલબ્ધ છે અને આખું વર્ષ ઉપયોગમાં લઈ શકાય છે. સુખડના હાર, હીરા-મોતી જડિત હાર, પાંદડાની વેલો, આકર્ષક ગુલદસ્તા અને કુંજાના ડેકોરેશન માટેના ફૂલો જેવી અનેક વેરાયટી બજારમાં મળી રહી છે. આ ફૂલો ભલે સુગંધ ન આપતા હોય, પરંતુ દેખાવમાં સુંદર અને આકર્ષક હોવાથી અસલી ફૂલોને ટક્કર આપી રહ્યા છે. આ ટ્રેન્ડને કારણે પરંપરાગત ફૂલ બજાર પર અસર થઈ રહી છે. .......

Gujarat News
11 Nov 2026
Gujarat News
-
Breaking News : ઓપરેશન સિંદુર બાદ સુરક્ષાને લઇને મોટા સમાચાર, રાજકોટ અને ભૂજ એરપોર્ટ કરાયા બંધ
-
Gujarat govt decides to give Municipal Corporation status to Porbandar and Nadiad
Finance Minister Kanubhai Desai today made announcement to give Municipal Corporation status to Nadi…
-
અંગ મેળવનાર મહિલાએ 'માતા' બની સ્વર્ગવાસી મહિલાની પુત્રીનું કન્યાદાન કર્યું, તસવીરો જોઇને મન ભરાઇ જશે
સુરત: શહેરનો એક પ્રેરણાદાયી કિસ્સો હાà…
.png)
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.



