letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
1:39 AM
Sunday, November 18
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

પર્યાવરણની જાળવણી થાય અને માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓના ઉત્પાદનને વેગ મળે એ માટે અમદાવાદ, વડોદરા અને સુરત ખાતે માટીની મૂર્તિઓનાં મેળા યોજાશે.ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા દ્વારા જણાવ્યા અનુસાર, રાજ્યમાં પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓના બદલે માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનાં વપરાશ થકી પર્યાવરણ જાગૃતિ માટે અમદાવાદ, વડોદરા અને સુરત ખાતે માટીની મૂર્તિ મેળાનું આયોજન કરાયુ છે.  ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિઓ બનાવવા ક્લે આઇડોલ પ્રોજેક્ટ અંતર્ગત માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓના ઉત્પાદનને વેગ મળે તથા પી.ઓ.પી મૂર્તિઓના કારણે પર્યાવરણને થતા નુકશાનને અટકાવવા માટે માટીની મૂર્તિઓ બનાવવા કારિગરોને પ્રોત્સાહન આપવાનું આયોજન કરાયુ છે.