letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
9:38 PM
Friday, November 16
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની જાહેરાત બાદ ખરીદી પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. દિવાળીનું વેકેશન હોવા છતાં સરકારે આ દિવસોમાં ખરીદી પ્રક્રિયા ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે, જેના કારણે માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી રહ્યાં છે, તો કેટલીક જગ્યાએ કોમ્પ્યૂટર ખામીને લીધે ખરીદી પ્રક્રિયામાં વિલંબ થઇ રહ્યો છે, જેના કારણે ખેડૂતોને હાલાકી પણ પડી રહી છે.જગતના તાત ગણાતા ખેડૂતપુત્રો માટે રાજ્ય સરકાર સતત હિતલક્ષી નિર્ણય અંતર્ગત ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. ૨૦૧૮માં ઉત્પન્ન થયેલ મગફળી પાક માટે પ્રતિ ક્વિન્ટલ રૂા. ૪૮૯૦/- ટેકાનો ભાવ ભારત સરકારે જાહેર કરેલા છે અને ટેકાના ભાવ ઉપરાંત પ્રતિ ક્વિન્ટલ રૂા. ૧૧૦/- વધારાનું બોનસ રાજ્ય સરકારે જાહેર કર્યું છે. આમ, ટેકાના ભાવે ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ રૂા. ૫૦૦૦/- એટલે કે પ્રતિ મણ રૂા. ૧૦૦૦/- ખેડૂતોને નિયત ગુણવત્તાવાળી મગફળી આ યોજનામાં રજીસ્ટર્ડ ખેડૂત વેચશે તો જાહેર કરેલ ટેકાનો ભાવ એટલે કે રૂા. ૫૦૦૦/- પ્રતિ ક્વિન્ટલનો લાભ મળશે. આ માટે રાજ્યમાં કુલ ૧૨૨ કેન્દ્રો ખાતે તા. ૧-૧૧-૨૦૧૮ થી રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવેલ છે અને આ રજીસ્ટ્રેશન તા. ૩૦-૧૧-૨૦૧૮ સુધી ચાલુ રહેશે. તા. ૧૫-૧૧-૨૦૧૮ થી આ તમામ ૧૨૨ કેન્દ્રો ખાતે જ ખેડૂતોએ નોંધણી કરાવેલ હશે તેવા ખેડૂતોની નિયત ગુણવત્તાવાળી મગફળી ખરીદવામાં આવશે અને તેમની મગફળીની વેચાણની રકમ સીધી જ ખેડૂતના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે.